વાંકાનેર : પાણીમાં ડૂબી જતાં ટંકારાના પોલીસકર્મીનું મોત

- text


વતનમાં ઈદ મનાવવા ગયેલા અયુબભાઇની આ ઈદ છેલ્લી બની : ટંકારા પોલીસ મથકમાં શોક નું મોજું ફરી વળ્યું

વાંકાનેર : ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા મૂળ રાતીદેવડી ગામના વતની અયુબભાઇ હાજીભાઈ બાદી ગઈકાલે વતનમાં ઈદનો તહેવાર મનાવવા ગયા બાદ પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નિપજતા ટંકારા સહિત મોરબી પોલીસ બેડા માં શોકનું મોજું ફરી વળ્યું છે.
કરુણ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામના વતની અને હાલમાં ટંકારા પોલીસમાં કોન્સ્ટેબલની ફરજ નીભાવતા અયુબ હાજીભાઇ મોમીન( ઉ.વ. ૪૦ ) ઈદની રજા હોય પોતાના પરિવાર સાથે વતન વાંકાનેરમાં આવ્યે હતા.
સોમવારની તરવાસી ઇદના દિવસે સવારના ૧૧ વાગ્યાની આસપાસ પોતાના કુટુંબી ભાઈ-મીત્રો સાથે ગામ ની પાસેથી નીકળતી આસોઈ નદીમાં નાહવા સાથે ગયેલા. તેવામાં નદીમાં નાહતી વેળાએ અયુબભાઇ નો પગ અંદર અચાનક લપસતા નદીમાં ડૂબી ગયા હતા. જ્યાં તેઓની સાથે રહેલા મીત્રો- ભાઈઓની મદદ થી બેભાન હાલતમાં જ બહાર કાઢી વાંકાનેર સારવાર અર્થે ખસેડેલ પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોચ્યો હોય ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
મોમીન પરીવારના લાડકા યુવક અને બે સંતાનના પીતાનુ કરુણ મૃત્યુ નીપજતા સંતાનોએ પીતાની છત્ર છાયા તેમજ ઇદના તહેવારમાં પરીવાર માં ગમગીની છવાય ગઈ હતી. જયારે ટંકારા પોલીસના જવાન ની ઓચીતિ વિદાય થી કઢણ કાળજા ના પોલીસ પણ આસુ રોકી શક્યા ન હતા અને પોલીસ બેડામાં શોકનું વાતવરણ છવાઈ ગયું હતું.

- text

- text