શિક્ષકદિને મોરબી જિલ્લાના ૯૩ હજાર બાળકોએ સ્વાઇન ફલૂ વિરોધી ઉકાળો પીવડાવશે

- text


મોરબી : શિક્ષક દિવસના અવસરે જિલ્લા આરોગ્ય કેન્દ્ર અને અને શિક્ષણ વિભાગ મોરબી દ્વારા ૫૯૩ શાળાના ૯૩ હજાર બાળકોને સ્વાઇનફ્લુ વિરોધી ઉકાળો પીવડાવી શિક્ષકદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.

- text

સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતિરા દ્વારા શિક્ષક દિનના અવસરે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને સ્વાઇન ફલૂ બીમારીથી રક્ષણ મળે તેવા ઉમદા હેતુથી જિલ્લા કલેકટર સમક્ષ તમામ શાળાઓમાં ઉકાળા વિતરણ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેને જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલે માન્ય રાખતા આજે મોરબી જિલ્લાની તમામ ૫૯૩ શાળામાં ઉકળાનું વિતરણ કરવામાં આવશે જેનો અંદાજે ૯૩ હજાર જેટલા બાળકો લાભ લેશે. તમામ બાળકોને સ્વાઇન ફ્લૂથી રક્ષણ મળે તેવા ઉમદા હેતુથી થયેલા આ આયોજન ને સફળ બનનાવવા જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે દ્વારા તમામ શાળાઓમાં ઉકળાનો પાવડર મોકલી અપાયો છે અને તમામ બાળકોને એક સાથે ઉકાળાનું સેવન કરાવવામાં આવશે.

- text