હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં બુધવારે મોરબીમાં આવેદન પત્ર અપાશે

મોરબી : પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણીયાની ધરપકડના મુદ્દે મોરબી જિલ્લા પાસ કન્વીનર મનોજ પનારાએ એક યાદીમાં જણાવાયું છે કે હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણીયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમા મોરબી કલેકટરશ્રીને તા:30/08/2017ને બુધવારના રોજ સાંજે 04:00 કલાકે સુપર માર્કેટ થી કલેકટર કચેરી મોરબી સુધી બાઈક રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવશે. જયારે આ સમયે મોરબીમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલની સભાનું આયોજન છે. આ સમયે જ પાસ દ્વારા હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં રેલીની સાથે ઋત્વિજ પટેલની સભાનો આશ્ચર્ય જનક પણ વિરોધ કરવામાં આવશે તેવું પાસના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.