મોરબી : સામાંકાંઠે રહેણાંક મકાન પર વીજળી પડી : ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા

મકાનની છતને નુકસાન : 4 પંખા, ટીવી, ફ્રિજ અને વાયરિંગ બળી ગયાની રહેવાસીઓની રાવ

મોરબી : શહેરના સામાંકાંઠે માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેણાંક મકાન પર ગત રાત્રીના વીજળી પડતા ઘરોના વાયરિંગ અને ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાન હની થઈ નથી.
કાંતિનગર વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ ઉમરભાઈ અજમેરીએ જણાવ્યું હતું કે ગત રાત્રીના તેમના ઘર પર વીજળી પડી હતી. જોરદાર કડાકા અને તેજ લીસોટા સાથે તેમના ઘર પર વીજળી પડતા મકાનની છતને નુકસાન પોહચ્યું છે. તેમજ ઘરનું વાયરિંગ પણ બળી ગયું હતું. ફારૂકભાઈના જણાવ્યા મુજબ વીજળી પડવાથી સદનસીબે કોઈ જાન હાની થઈ નથી. પરંતુ તેમના ઘર અને આજુબાજુના ઘરોમાં 4 પંખા, ટીવી , ફ્રિજ સહિતના ઉપકરણો બળી ગયા છે.