નહેરુગેટ ચોકમાં સાંસદ કુંડારિયા સહિત ચાર હજાર લોકોએ ઉકાળો પીધો

સામાજિક કાર્યકરો દ્વારા સ્વાઇન ફલૂ પ્રતિરોધક ઉકાળા વિતરણ ને લોકોનો જબરો પ્રતિસાદ

મોરબી:મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા સ્વાઇનફ્લુ વિરોધી ઉકાળા વિતરણ કરવામાં આવતા આજે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિત ૪ હજાર લોકોએ આ ઉકળાનું સેવન કર્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખડેપગે સેવા આપતા રાજુભાઇ દવે અને જનકભાઈ રાજા તથા જગદિશભાઈ બાંમભણીયા દ્વારા આજે સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી નહેરુગેટ ચોક મોરબી ખાતે વિનામૂલ્યે ઉકળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સાંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા સહિતના મહાનુભાવોએ લાભ લીધો હતો અને કુલ ૪ હજાર જેટલા લોકોએ ઉકળાનું સેવન કર્યું હતું.