મોરબી જિલ્લા ક્રાઇમ અપડેટ (22-08-2017)

માટેલ નજીક સિરામિકમાં મજૂરીના બાકી પૈસા મુદ્દે શ્રમિકને છરીના ઘા ઝીકાયા

વાંકાનેર: માટેલ નજીક આવેલી લેપર્ડ સિરામિક નામની ફેકટરીમાં કામ કરતા શ્રમિકને મજૂરીના બાકી નાણાંની ઉઘરાણી મુદ્દે છરીના ઘા ઝીકાતા પોલિસે હત્યાની કોશિશ અંગે ગુનો નોંધી આરોપીને ઝાડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ લેપર્ડ સીરામીક ફેકટરીમાં કામ કરતા રાકેશભાઇ સીતારામભાઇ ભુરીયા મજૂરી કામ ના બાકી નીકળતા પૈસા બાબતે તેના બનેવી કોન્ટ્રાકટર પુનીત ભાંભોર સાથે વાત ચીત કરતો હોય તે દરમ્યાન આરોપી બાબુલાલ રાજુભાઇ ભાભોરે ફરીયાદી પાસે એકદમ આવેશ માં આવી જેમ ફાવે તેમ ગાળો દઇ એકદમ ઉશ્કેરાઇ જઇ અને ફરી કાઇ બોલે તે પહેલા તેના નેફા માથી ફરી ને મારી નાખવાના ઇરાદે છરી કાઢી ને છરી નો એક ધા ફરી ના ડાબા પડખા માં મારી શરીરે ગંભીર ઇજા કરતા આ દરમ્યાન સાહેદ પુનીત ભાંભોર તથા લખન ભુરા વચ્ચે પડતા ત્યા થી જતો અને જતા જતા ફરી ને આજે તો તું બચી ગયો બીજી વખત ઠામ પતાવી દઇશ તેવી જાન થી મારી નાખવાની ધમકી આપી ફરી ને ગંભીર ઇજા કરી મ્હે. જિલ્લા મેજી.સા. મોરબી ના હથીયાર બંધી જાહેર નામા નો ભંગ કરી નાશી જતા પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૫૦૪, ૫૦૬(ર) જી.પી. એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ કે.બી.જાડેજા પો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા ચલાવી રહ્યા છે.

માળીયાના ભોડી વાંઢમાં ઘરકામ મામલે ત્રાસ અપાતા મુસ્લિમ પરિણીતાનો આપઘાત
માળીયા:માળીયાના ભોડી વાંઢ વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાને સસરિયાઓએ ઘરકામ મામલે ત્રાસ આપતા પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે આ મામલે યુવતીના પિતાએ સસરિયાઓ વિરુદ્ધ પોલિસ ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ માલિયાના હમીદાબેનને ઘરકામ બાબતે તથા તુ ગમતી નથી તેમ કહી શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી માર મારી એક બીજાએ મદદગારી કરી મરવા મજબુર કરતા ઝેરી દવા પી જતા મૃત્યુ નિપજ્યુ હતું.
આ મામલે હમીદાબેનના પિતા હૈદરભાઇ અબ્દુલભાઇ જેડા રહે. અમદાવાદ ની ફરિયાદ પરથી પોલીસે આરોપી (૧) ઇસાકભાઇ ફતેમહમદભાઇ કટીયા (૨) શરીફાબેન ફતેમહમદભાઇ કટીયા (૩) ફતેમહમદભાઇ ઇસાકભાઇ કટીયા (૪) નસરૂદીનભાઇ ફતેમહમદ ભાઇ કટીયા (૫) રફીક ભાઇ ફતેમહમદભાઇ કટીયા (૬) રેસ્મા બેન ફતેમહમદભાઇ કટીયા (૭)રૂકશાનાબેન ફતેમહમદભાઇ કટીયા રહે બધા માળીયા મીં વિરુદ્ધ પોલીસે આત્મહત્યા કરવા મજબુર કરવા અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ પીએસઆઇ જે.ડી.ઝાલા ચલાવી રહ્યા છે.

હળવદના વાટાવદરમાં દારૂડિયાને ખાટલે બેસવાની ના પાડતા છરી મારી
હળવદ:હળવદના વાટાવદર ગામે દારૂડિયા શખ્સને ખાટલે બેસવાની ના પાડતા કોળી યુવાનને પાઇપ ફટકારી છરી ના ઘા મારતા આહીર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે
જાણવા મળતી વિગતો મુજબ વાટાવદર ગામે પ્રભાતભાઈ ટપુભાઈ આહીર નામનો આરોપી દારૂ પીધેલ હાલતમાં આવી ફરિયાદી દિનેશભાઇ અમરશીભાઈ સિરોયાના ખાટલામાં બેસવા બાબતે બોલા ચાલી કરી તે ફરી ને ગાળો આપતા ફરીયાદીએ ગાળો દેવાની ના પડતા આરોપીએ પોતાના હાથમાંની પાઇપ ફરીને માંથામાં મારી તેમજ છરીનો ઘા ફરીના ડાબા ગાલ ઉપર કરી ઇજા કરતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.