મોરબીમાં ઓફિસમાં ચાલતી જુગાર કલબ ઉપર એસઓજીનો દરોડો : 2 લાખનો મુદ્દામાલ જપ્ત

- text


લાલપર રોડ ઉપર આવેલી ઓફીસમા જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા : તમામ મોટા માથા

મોરબી : મોરબીમાં લાલપર રોડ પર આવેલી ઓફિસમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે દરોડો પડી પાંચ શખ્સોને રૂપિયા બેલાખ સાત હાજર પાચસોની રકમ સાથે રંગે હાથ ઝડપી લીધા હતા. જાણવા મળતી વિગતોમુજ્બ ગઈકાલે મોરબી એસઓજીના કિશોરદાન ગઢવીને મળેલી બાતમીને આધારે લાલપર રોડ પર આવેલી ઓફિસમાં દારોડોપડતાં ઓફિસમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે જુગારધામમાંથી મોરબીની અનુપમ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ કેશવજીભાઈ અઘરા,દિલીપભાઈ છગનભાઇ કોજીયા.રે મોટાડાહીસારા,રવાપર રોડ પર રહેતા પ્રફુલભાઈ બાબુભાઇ પટેલ,અને જીતેન્દ્રભાઈ જેતપરિયા ને રૂપિયા 207500 ની રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે અને વધુ તાપસ પરષોત્તમભાઇ સોલંકી ચલાવી રહ્યાં છે.

- text

 

- text