મોરબી જિલ્લાના માર્ગોને વ્યાપક નુકશાન : હજુ અનેક ગામોના રસ્તા બંધ

- text


મોરબી જીલ્લામાં પંચાયત વિભાગ હસ્તક ના રસ્તાઓ ધોવાઈ જતા કરોડો નું નુકશાન

મોરબી : ભારે વરસાદ ને કારણે મોરબી જિલ્લાના જાહેર માર્ગોને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે ખાસ કરીને પંચાયત વિભાગ હસ્તકના ગ્રામ્ય રસ્તાઓ તૂટી જતા હજુ 20 જેટલા ગામોનો વાહનવ્યવહાર બંધ હોવાની વિગતો બહાર આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા માં ભારે વરસાદ અને પૂર પ્રકોપ ને કારણે પંચાયત વિભાગ હસ્તકના 24 અને સ્ટેટ હાઇવે ના એક માર્ગને વ્યાપક નુકશાન પહોંચતા અનેક રસ્તાનો વાહનવ્યવહાર અટકી જાવા પામ્યો છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતોમુજ્બ મોરબી જિલ્લામાં ટિકર,કડીયાણા, કાજરડી,ખીરાઈ,વિદરકા,હંજીયાસર, અરણી ટીંબા,ળેપર,પાડાધાર સહિતના ગામોના રસ્તા તૂટી જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વધુમાં સરકારી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં ધોવાણ થઇ ગયેલા 24 પૈકી પાંચેક ગામોમાં રીપેરીંગ કાર્ય કરી હાલતુર્ત રસ્તા ચાલુ કરાવ્યા છે પરન્તુ હજુ પણ 19 જેટલામાર્ગોમાં વાહનવ્યવહાર બંધ છે અને આજે સાંજ સુધીમાં માર્ગો પુનઃ ચાલુ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

- text

 

- text