મોરબી : સવારથી ભારે પવન ઉપડતાં લોકોના જીવ પડીકે બંધાયા

- text


મોરબી જિલ્લામાં સતત ઝરમરિયો વરસાદ ચાલુ : ડેમની પરિસ્થિતિ નિયંત્રણમાં

મોરબી: મોરબી જિલ્લામાં આજે સવારથી ઝરમરિયા વરસાદ વચ્ચે ભારે પવન ઉપડતાં લોકોના જીવ પડીકે બંધાયા છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે સવાર થી સમગ્ર મોરબી જિલ્લામાં ભારે પવન ઉપડ્યો છે અને ભાઈ વરસાદથી ત્રાહિમામ પોરી ઉઠેલા લોકો ભાઈ પવન ને કારણે વાવાઝોડું તો નહિ આવે ને તેવા ડરથી ચિંતિત બન્યા છે. દરમિયાન ગઈકાલે રાતે ધીમી ધારે વાસદ સતત ચાલુ રહ્યો હતો અને આજે સવારથી પણ ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે. સવારે 7 વાગ્યા થી અત્યાર સુધીમાં અમોરબીમાં 9મીમી., ટંકારામાં 10 મીમી અને માલિયામાં પણ 10 મીમી વરસાદ નનધાયો છે જયારે હળવદ અને વાંકાનેરમાં નોંધપાત્ર વરસાદ નથી. જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ધીમી પડી ગઈ છે અને એક માત્ર મચ્છુ ડેમના 6 દરવાજા 2 ફુટ ખુલ્લા રાખવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text