પૂરઅસરગ્રસ્તોને કપડાં-ચીજ વસ્તુઓ સહાયમાં આપવા સેતુબંધ ફાઉન્ડેશનની અપીલ 

- text


મોરબી : મોરબી-માળીયા પંથકના ગરીબ પૂર અસરગ્રસ્તોને મદદ માટે સેતુબંધ ફાઉન્ડેશન આગળ આવ્યું છે.

સેતુબંધ ફાઉન્ડેશનના કાંતિલાલ બાવરવાએ સાધન સંપન્ન લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે આપના ઘરમાં પડેલી બિનજરૂરી ચીજ વસ્તુઓ અને કપડાં ગરીબ પૂર અસરગ્રસ્તો માટે આશીર્વાદ બની શકે તેમછે જેથી આવી ચીજ વસ્તુ કપડાં સેતુબંધ ફાઉન્ડેશન, 10 રાજધાની કોમ્પ્લેક્સ,નવા બસસ્ટેન્ડ સામે સનાળા રોડ મોરબી ખાતે મોકલવા અથવા મોબાઈલ નંદર 98251 39992 અથવા 94085 27007 પર સંપ્રક કરવા યાદીમાં જણાવાયું છે.

- text