મોરબી જિલ્લામાં વધુ અડધાથી દોઢ ઈંચ વરસાદ

- text


મોરબી : ગઈકાલે દિવસભર મોરબી જિલ્લાને ધમરોળ્યાં બાદ મોડીરાત્રી થી સવાર સુધીમાં મોરબી જિલ્લામાં વધુ અડધાથી દોઢ ઈંચ વરસાદ ખાબકયો હતો.સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે સવાર સુધીમાં મોરબી જિલ્લા ના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા મુજબ મોરબીમાં 23મીમી.,ટંકારમાં 29મીમી.,વાંકાનેરમાં 37મીમી.,હળવદમાં 20 મીમી., અને પુરાસરગ્રસ્ત માળીયામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત પડી રહેલા વરસાદથી લોકો પણ હવે કંટાળ્યા છે અને હવે તો ખમૈયા કરો મેઘરાજ એવી પ્રાર્થના કરી રહ્યા છે.

?

- text