રાજકોટ-મોરબી-કચ્છને જોડતો નેશનલ હાઇવે ટંકારા પાસે તૂટી પડતાં તંત્રની ખામી બેનકાબ

- text


મેઘરાજાએ ગૌરવ પથના ગૌરવને બેનકાબ કરી તંત્રને લોકો વચ્ચે ખુલ્લુ પાડી દીધુ છે. રાજકોટ મોરબીને જોડતો મુખ્ય માર્ગ પહાડ જેવો બન્યો છે અને ઠેર ઠેર ખાડા ભુવા પડ્યા છે. વાહન ચાલકો પરેશાનીમાં છે તો પણ તંત્ર હજુ આળસ ખંખેરતુ નથી. રાજકીય નેતા વખતે રાતોરાત રોડ રિપેરીંગ કરનારાઓ હવે કેમ દેખાતા નથી?
ટંકારા મધ્યેથી પસાર થતો અને રાજકોટ મોરબી કચ્છને જોડતો એક નેશનલ હાઇવે ટંકારા પાસે ઠેરઠેર તૂટી જતાં સત્તાધિશો અને તંત્ર બંને બેનકાબ થયા છે. વારંવાર થીગડા-થયા કરી કામ ચલાવતો આ રોડ મેઘરાજાએ બેનકાબ કરી દીધો હોય તેમ તંત્રના કપડાં ઉતારી પાડ્યા છે. હવે મોટા ગાબડાં અને ખાડાથી મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યા છે. પરંતુ તંત્રને આ દેખાતું નથી તેમજ રોજ ત્યાંથી નીકળે છે. છતાં કામ કર્તા નથી ત્યારે આ કામ તાત્કાલિક કરવા લોક માંગ ઉઠી છે.

- text