માળિયા મી. : મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળ ફિલ્મોત્સવ યોજાયો

- text


ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં ગત અઠવાડિયામાં બાળ ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના ધોરણ ૬થી ૮ના બાળકોને વિનામૂલ્યે સિનેમાઘરોમાં ફિલ્મ દેખાડવામાં આવી હતી. પણ આ ફિલ્મોત્સવમાં તમામ શાળાઓનો સમાવેશ ન થઈ શકે એ સ્વાભાવિક છે. તેથી વિદ્યાર્થીઓને શાળામાં ફિલ્મ તો બતાવી જ શકાય. આમ, આ વાતને લક્ષ્ય બનાવી માળિયા મિયાણાના મોટીબરાર ગામની શ્રી રત્નમણિ શાળાના શિક્ષકોએ બાળકો શાળામાં જ ફિલ્મનો આનંદ લઈ શકે તે માટે સુંદર આયોજન કર્યું હતું. જેમાં પ્રોજેક્ટર દ્વારા મોટા પડદા ઉપર બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપનારી ફિલ્મ “I AM KALAM” બતાવામાં આવી હતી. બાળકોએ ફિલ્મ નિહાળ્યા બાદ સમૂહમાં ફણગાવેલા કઠોળનો પૌષ્ટિક નાસ્તો પણ કર્યો હતો.⁠⁠⁠⁠

- text