મોરબી ક્રાઇમ અપડેટ (13-07-17)

મોરબીમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

મોરબીમાં જેતપર ગામે અણીઆરી રોડ વાડીમાં રહેતી ઉર્મિલાબેન નરેશભાઈ ભુરીયા (ઉ.૨૩) કાલે સાંજે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમયસર પરિવારજનોને જાણ થતા સારવાર માટે મોરબી હોસ્પિટલે ખસેડી હતી. જે બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી કારણ જાણવાના તપાસ હાથ ધરી છે.

વાંકાનેરમાં વરલી મટકાનો જુગાર રમતા ૨ ઝડપાયા
મોરબી એલસીબી સ્ટાફે બાતમીને આધારે વાંકાનેરથી 1.૫ કિમી દૂર અંધ અપંગ ગૌશાળા પાસે આરોપી મહેશ લાલજીભાઈ કોળી અને દીપક દેવશીભાઈ હડાણી રહે બંને જીવાપર ગામે કાલે રાત્રે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા હતા. ત્યારે એલસીબીની ટીમે દરોડો પડી આરોપી મહેશ અને કુલ ૨૬૭૦ મુદામાલ સાથે ઝડપી પડ્યો હતો.જ્યારે આરોપી દીપક ત્યાંથી ફરાર થઇ જતા વાંકાનેર પોલીસે આ બનાવની નોધ કરી આરોપી દીપકને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા
ટંકારા પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પડ્યા હતા. મળતી વિગત અનુસાર, આરોપી વિનોદ ખેંગારભાઈ લોરિયા (ઉ.૩૫), મનોજ ખેંગારભાઈ લોરિયા (ઉ.૩૪), વલ્લભ વસ્તાભાઈ લોરિયા (ઉ.૧૯) અને અશોક વસ્તાભાઈ લોરિયા રહે. બધા ટંકારા તાલુકાના જીવાપર ગામે. કાલે સાંજે જીવાપર ગામે દેવીપુજક વાસમાં રોડ પર જ જાહેરમાં હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા કુલ રૂ.૪૪૦૦ મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પડ્યા હતા.