મોરબી : બેલા ગામથી ભરતનગર (ખોખરા હનુમાનજી) વાળા રસ્તાનું ખાત મૂહર્ત કરવામા આવ્યું

- text


મોરબી : ભરતનગરથી બેલા સુધીનો રોડ ગાડા માર્ગ હોવાના કારણે ઘણો ખરાબ હાલતમાં હતો. આ રોડ ઉપર સિરામિકનાં અને અન્ય નાના ઉદ્યોગો આવેલા હોવાથી આ રોડને ડામર રોડ બનાવવો ખૂબ જરૂરી હતી. આથી બેલા ગામથી ભરતનગર (ખોખરા હનુમાનજી) વાળા રસ્તને અંદાજીત રકમ રૂ. ૫.૨૫ કરોડનાં ખર્ચે બનાવવામાં આવવાનું નક્કી થયું છે. જેમાં કુલ ૭ નંગ નાલા અને ૪૦ મીટરનાં બે માઈનોર બ્રીજ આવી અંદાજીત રોડ ૬ કો.મી. જેટલો બનશે.

- text

આજ રોજ સવારે ૧૦ વાગે મોરબી જિલ્લા પંચાયત દ્વારા બેલા ગામથી ભરતનગર (ખોખરા હનુમાનજી) વાળા રસ્તનુ ખાત મૂહર્ત કરવામા આવ્યું હતું. આ રસ્તાથી મોરબી સિરામિક ઉદ્યોગ તેમજ ખેડૂતો માટે ખુબ જ સારા સમાચાર છે કારણ કે, અત્યારે આ રોડ ઉપર ઘણા સિરામિકના કારખાનાઓ આવેલ છે જેથી હવે વાહન વેવાર ખુબ જ સરળતાથી થઈ શકશે. આ કાર્યથી લોકોમા ઘણો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે. આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સોનલ બહેન જાકાસણીયા, વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા સાહેબ, કારોબારી સમીતીના ચેરમેન કીશોરભાઈ ચીખલીયા, રેખાબેન એરવાડીયા, કોંગ્રેસ આગેવાન ઘનશ્યામભાઈ, જિલ્લા પ્રમુખ બ્રિજેશભાઈ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામી, જનતીભાઇ જેરાજ, મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, બેચરભાઈ હોથી, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, અમુભાઈ હુંબલ, મોરબી જિલ્લાની સમગ્ર આઈ ટી સેલની ટીમ તેમજ તમામ નાના મોટા પક્ષના હોદેદારો હાજર રહ્યાં.

- text