વાંકાનેર : ગેરકાયદે બંદુક સાથે એકની ધરપકડ

- text


મોરબી : પોલીસ અધિક્ષક્શ્રી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન અને મોરબી એ.સો.જી.પો. સબ.ઇન્સ.શ્રી. આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસ.ઓ.જી. સ્ટાફ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ નજીક ભેંટ ગામ તરફ જતા રસ્તે આરોપી રાજેશ ઉર્ફે ગુડોયો સ/ઓ નભાભાઈ સાવડીયા જાતે ચુવાળીયા કોળી ઉ.વ.૩૦ રહે વીડી. જાંબુડીયા તા.વાંકાનેર જિ.મોરબી વાળો દેશી બનાવટની મઝલ લોડ બંદુક કી રૂ.૩૦૦૦ની ગેરકાયદે પાસ પરમીટ કે પરવાના વગર રાખી મળી આવતાં આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરી એસ.ઓ.જી.પો.સબ.ઇન્સ.શ્રી.આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેડ.કોન્સ.શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, પો.કોન્સ.એ.પી.જાડેજા, પ્રવીણસિંહ ઝાલા, જયસુખભાઈ પટેલ , મયુરધ્વજસિંહ જાડેજા, વિજયભાઈ ખીમાણી તથા ભરતસિંહ ડાભીએ કરેલ છે.

- text

- text