મોરબી : જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં પ્રશ્નો અંગે તા.૧૦ જુલાઈએ રેલી

- text


મોરબી જિલ્લા ખેડૂતોને સ્પર્શતો પ્રશ્નો જેવા કે ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિથી જમીનનું ધોવાણ, ખેતનિપજના પોષણક્ષમ ભાવો, પાક વિમો તેમજ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેતીની જમીનની માપણીમાં વિસંગતતાને લીધે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભોગવવી પડતી હાલાકીને વાચા આપવા કોંગ્રેસ દ્વારા ૧૦ જુલાઇ સોમવારે સવારે ૧૦:૩૦ વાગ્યે નટરાજ ફાટક પાસે, સામાકાંઠેથી રેલી નીકળી કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી ભાજપ સરકારને આ પ્રશ્નો ઉકેલવા આહવાન કરાશે. જેમાં જિલ્લાભરના કોંગ્રેસનાં કાર્યકરો, અગ્રણીઓ, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠનના હોદેદારોશ્રીઓ યુવક, મહિલા, દકગયલ સેવાદળ, આઈ.ટી., બક્ષીપંચ, કિશાન સેલ સહિતની કોંગ્રેસની વિવિધ પાંખના હોદેદારો, તાલુકા/શહેર કોંગ્રેસનાં પ્રમુખશ્રીઓ, તા.પં.પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, કારોબારી ચેરમેનશ્રીઓ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓ, જિ.પં.પ્રમુખશ્રી, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, વાંકાનેરના ધારાસભ્યશ્રી, વિધાનસભાના પૂર્વ ઉમેદવારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા લડત આપશે. આ લડતમાં સૌ કોંગ્રેસ આગેવાનોને જોડાવા પ્રમુખ બ્રિજેશ મેરજાએ જાહેર અપીલ કરી છે.

- text

- text