મોટીબરાર પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત યોજાઈ મોકડ્રીલ

- text


માળિયા મિયાણાનાં મોટીબરાર ગામની શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુદરતી અને માનવ નિર્મિત આપતી વિશે સમજુતી આપવામમાં આવી હતી. જેમાં વાવાજોડું, ભૂકંપ, પુર, આગ લાગવી, અકસ્માત, ન્યુક્લિયર હુમલો, ભાગદોડ વગેરે આપતી આવ્યા પહેલા, આવે ત્યારે અને આવ્યા પછી કેવી કાળજી રાખવી જોઈએ તેની વિસ્તૃત સમજ આપી હતી. તદૂઉપરાંત આ આપતી આવે ત્યારે વિદ્યાર્થીઓ પરિસ્થિતિનો સામનો કરી શકે અને પોતાની જાતે રક્ષણ મેળવી શકે તે હેતુ માટે શાળામાં મોકડ્રીલ કરવામાં આવી અને સાથે ફાઈર સેફ્ટીના સાધનો અને કટોકટીના સમયે જરૂરી હેલ્પ લાઈન નંબરોની પણ જાણકારી આપી હતી. શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા, શિક્ષક અનિલભાઈ બદ્રકિયા, વિનયભાઈ વાંક, રમેશભાઈ કાનગડ, દિક્ષિતાબેન મકવાણા તેમજ વિદ્યાર્થીઓએ મળીને ખરા અર્થમાં ઉજવણીનો હેતુ સિદ્ધ કર્યો હતો.

- text