મોરબી : નવલખી બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું

- text


મોરબી : હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે હાલ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સમુદ્રમાં અને ખાસ દરિયા કાંઠે ઊંચી લહેરો અને તેજ પવન ફૂંકાવાની શક્યતાએ મોરબી જિલ્લાના એકમાત્ર બંદર નવલખી બંદરે પોર્ટ વિભાગ દ્વારા આજે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ અંગે નવલખી પોર્ટ ઓફિસર સોલંકીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્ર નાં નોર્થ ઈષ્ટ ભાગમાં લો પ્રેસર સર્જતાં સૌરાષ્ટ્ર અને કચ્છ નાં દરિયા કિનારા પર 20 થી 25 નોટીકલ માઈલ ની ઝડપે પવન ફૂકાવાની શક્યતા ને પગલે નવલખી બંદર પર ત્રણ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારો ને હાલ દરિયો નહીં ખેડવા સુચના આપવામા આવેલ છે.

પ્રતીકાત્મક ફોટો

- text