મોરબી : મચ્છુમાતાની ભવ્ય રથ યાત્રા નીકળી : માનવ મહેરામણ હિલોળે ચડ્યું

રથયાત્રામાં ભરવાડ – રબારી સમાજના હજારો લોકો જોડાયા : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મોરબી : અષાઢી બીજે મોરબીમાં નીકળતી સૌરાષ્ટ્રની સૌથી બીજી મોટી રથયાત્રા મચ્છુમાતાની રથયાત્રા આજે સવારે આસ્થાભેર નીકળી હતી. આ ભરવાડ-રબારી સમાજનું પ્રતિક સામી મચ્છુ માતાજીની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આજે સવારે રથયાત્રાનું પ્રસ્થાન મચ્છુ માતાજીનું મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના હજારો લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોડાયા હતા. અને ઉત્સાહભેર પરંપરાગત ટીટોડો- હુડો અને રાસની રમઝટ બોલાવી હતી. રથયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં હૈયે હૈયું દળાય તેટલી જન મેદની ઉમટી પડી હતી. જાણે માનવ સેલાબ રસ્તા પર વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જયારે મોરબીમાં ભરવાડ રબારી સમાજ દ્વારા અષાઢી બીજના પાવન અવસરે મચ્છુ માતાની આ ભવ્ય રથયાત્રા જે સૌરાષ્ટ્રની સૌથી મોટી બીજી રથયાત્રા હોવાથી કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઈજી ઉપરાંત એસ.પી., ડી.વાય.એસ.પી., પી.આઈ, પાંચ પી.એસ.આઈ અને ૧૩૦ પોલીસ જવાનો તથા એસઆરપી સહિતનો ચુસ્ત બંદોબસ્ત ખાડે પગે રહ્યો હતો.