મોરબી : આઈ.ટી.આઈ.માં આગ લાગી : સહેજમાં મોટી દુર્ઘટના અટકી

- text


મોરબી : મહેન્દ્રનગર પાસે આવેલ આઈ.ટી.આઈમાં આજે બપોરે ક્લાસ ચાલુના સમયે અચાનક જ આગ લગતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઈ હતી. જોકે આગને સમયસર કાબુમાં લઇ લેવાતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી ગઈ હતી. આગની ઘણા અંગે મોરબી તાલુકા પોલીસે જણાવ્યું હતું કે ક્લાસ ચાલુ હતા તે દરમિયાન ડિઝલ એન્જિનમાં સ્પાર્ક થતા અચાનક આગ લાગી હતી. પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ફાઇલ તસ્વીર

- text