મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપનાં દેવેનભાઈ રબારી દ્વારા હરણી રોઝુ રાખી પ્રેમ અને સદભાવનો સંદેશ પાઠવાયો

- text


મોરબી : રમજાન માસનાં સૌથી મોટા હરણી રોઝા નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ હરણી રોઝુ રાખી પ્રેમ અને સદભાવનો સંદેશ પાઠવાયો આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપનાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ખુદાના બંદાને બૂરાઈથી દૂર રાખીને અલ્લાહની નજીક લઈ જનાર પાક માસ એટલે રમઝાન માસ. રમઝાન માસમાં વાતાવરણમાં ઘોળાતી અજાન અને એકીસાથ દુવા માટે ઊઠતા લાખોના હાથ જાણે ખુદા સાથેની મહોબતનો પયગામ આપી રહ્યા હોય તેવી પ્રતીતિ થાય છે. રોજાને અરબીમાં સોમ કહે છે, જેનો મતલબ થાય છે રોકવું. પોતાની જાતને કુકર્મ કરતા રોકવી, રોજાનો અર્થ થાય છે કે બંદાએ પોતાની જાતને કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ, જેવા દુર્ભાવોથી બચાવવું. સાચા દિલથી બંદગી કરનારનાં સમગ્ર પાપોને માફી મળી જાય છે.

- text

આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાથી સમજાય છે કે ભૂખ શું છે? તેથી ભૂખ્યા લોકો પ્રત્યે હમદર્દી અને દયાના ભાવ જાગે છે અને તે દાન કરવા પ્રેરાય છે. કુરાન શરીફમાં આ માસનું મહત્વ દર્શાવતા કહ્યું છે કે, સામાન્ય દિવસોમાં મનુષ્યનો સમય તેની શારીરિક જરૂરિયાતની પૂર્તિ કરવામાં જ જાય છે ત્યારે રોજામાં મનુષ્ય પોતાની ઈચ્છાઓ, ભૂખ, તરસ બધું જ અલ્લાહને સમર્પિત કરી દે છે અને સંપૂર્ણ ભાવ સાથે અલ્લાહને યાદ કરે છે. આ પાક દિવસોમાં શરીરની નહિ પરંતુ રૂહાની જરૂરિયાતની પૂર્તિ માટે ખુદાએ રોજાની વ્યવસ્થા બનાવી છે.
આજ રોજ ૨૭માં રોઝા (હરણી રોઝુ) નિમિતટે રોઝા રાખી એક હિંદુ તરીકે ભારતીય સંસ્કૃતિની ગરિમાને જાળવતા સર્વેનો સમાવેશ કરતી આ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અમારી કૃતકના વ્યક્ક્ત કરી વિવિધતામાં એકતાથી વરેલા દેશમાં કાયમ સમન્વય અને સહિષ્ણુતા જળવાય તેવી ઈશ્વર અને અલ્લાહ પાસે પ્રાર્થના સાથે દેવેન રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ)⁠⁠⁠⁠ દ્વારા દરેક ભારતીય બિરાદરોને પવિત્ર રમઝાન માસની શુભેચ્છા સાથે આંતરિક શુદ્ધિનું આ પર્વ સમાજમાં પ્રેમ અને શાંતિનો સંદેશ લઈ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

- text