મોરબી : અખિલ ભારતીય મઝદૂર સંઘે જિલ્લા કલેકટરને પડતર પ્રશ્નનો નિકાલ લાવવા આવેદન આપ્યું

- text


મોરબી : અખિલ ભારતીય મઝદૂર સંઘનું ત્રિવાર્ષિક સંમેલન કાનપુર ખાતે તા.૨૨થી ૨૪મે ના રોજ સંપન્ન થયું હતું. આ સંમેલનમાં કેટલાક નિર્ણયો લેવાયા તે નક્કી કર્યા મુજબ તા.૨૨અને ૨૩ જૂનના રોજ ભારતભરમાં કોઈપણ એક દિવસના દેખાવો કરવા અનુસંધાને ભારતીય મઝદૂર સંઘ ગુજરાતે તા.૨૨ જૂનના રોજ ગુજરાતભરમાં દરેક જિલ્લામાં કાર્યક્રમ કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં બધા બોર્ડ નિગામોમાં સાતમું પગારપંચ રાજ્ય સરકારના ધોરણે લાગું કરવું. અને છઠ્ઠા પગાર પંચના બાકી પડતાં લાભે એરીયર્સ સાથે ચૂકવવા, કોન્ટ્રાકટ પ્રથા, ફીકસ વેતનપ્રથા નાબૂદ કરવી અને સમાન કામ સમાન વેતનનો લાભ આપવો, રોડ ટ્રાન્સપોર્ટ અને સેફટી બીલનો અમલ ન કરવો, આંગણવાડી કર્મચારીઓને સરકારી જાહેર કરવા સ્કીમ અંતર્ગત આવતા કર્મચારીઓને જેવા કે આશા ફેસેલીટર, મધ્યાહન ભોજન, આરોગ્ય અને ૧૦૮ વગેરેને કર્મચારી જાહેર કરવા, જ્યાં સુધી કાયમી ન થાય ત્યાં સુધી રૂ.૧૫૦૦૦ માસિક વેતન ચૂકવવું, દરેક કર્મચારીઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી, બોર્ડ નિગમોમાં સેવા નિવૃત કર્મચારીઓ માટે મેડીકલ પોલીસી બનાવવી, દરરોજ રોજમદારને દોલતભાઈ પરમાર કમિટીનો લાભ આપવા, મેરીટાઇમ બોર્ડને સ્વાયત્ત બોર્ડ જાહેર કરવું, જી.આઈ.એસ.એફ.ને સરકારી બોર્ડ જાહેર કરવું, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.માં ઇન્ટર કંપની વિનંતિથી બદલી કરવી, રાજ્યની તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા, કોર્પોરેશનમાં સાતમું પગારપંચ લાગુ કરવું. જિલ્લાની આંગણવાડી કેન્દ્રોની હજી સુધી સુવિધા મળેલ નથી તેમજ પ્રોગ્રામર ઓફિસરની કાયમી નિમણૂક કરવી તથા તે વિભાગમાં સ્ટાફની પૂરતી સંખ્યા ભરવાણી માંગણી. જિલ્લા એસ.ટી. વિભાગના કર્મચારીઓના બાકી રહેલા લાભો તથા સાતમા પગાર પંચના લાભ તરત જ આપવા સહિતની માંગણી આવેદનમાં કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત જિલ્લાની નાયબસમ કમીશનરની ખાલી પડેલી જગ્યા તાત્કાલિક ભરવી, જિલ્લાના ગુજરાત મેરીટાઇમ બોર્ડ હેઠળના નવલખી બંદર, મોરબી ખાતે ફરજ બજાવતા ફ્લોટીલા એસટીએએએફએનએ કર્મચારીઓને બળતી આપવી તથા બોર્ડના કાયમી કર્મચારીઓને અને વર્કચાર્જ તેમજ દોલતભાઈ પરમાર સમિતિના લાભાર્થીને સરકારશ્રી તરફથી જાહેર થયા મુજબ સાતમાં પગાર પંચ તાત્કાલીક લાભ આપવાં, જિલ્લાના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વયવસ્થા બોર્ડના કર્મચારીઓને લઘુતમ વેતન પૂરે પૂરું ચૂકવી આપવું તથા તેના કપાત થયેલ રકમ તાત્કાલીક ચૂકવી આપવી જેવા વિવિધ પ્રશ્નોનો સત્વરે નિર્ણય લાવવામઝદૂર મહાજન સંઘે વિનંતી કરી છે.

- text