મોરબી : નર્મદા કેનાલમાં ડૂબેલા બાળકનો મૃતદેહ 28 કલાક બાદ મળ્યો

- text


બાળકને શોધવા માટે ગઈકાલ રાત થી નર્મદા કેનાલનું પાણી બંધ કરાયું હતું

મોરબી : મોરબીના શાપર ગામ માં જુના કપડાનો વેપાર કરવા આવેલ દેવીપૂજક પરિવારનો બાળક ગઈકાલે બપોરે અકસ્માતે નર્મદા કેનાલ માં ગરક થયા બાદ અથાગ પ્રયત્નો કરવા છતાં ના મળી આવતા નર્મદા કેનાલના પાણી બંધ કરી આજ સવાર થી ફરી સર્ચ ઓપરેશન શરુ કરાયું છે.જેમાં નર્મદા કેનાલમાં ડૂબેલા બાળકનો મૃતદેહ 28 કલાક બાદ મળ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજ્બ મોરબી નજીકના શાપર ગમે પેટિયું રળવા આવેલા વિજયભાઈ દેવીપૂજકનો પુત્ર સાહિલ (ઉ.7) શાકભાજી લેવા જય રહેલ પોતાની માતા પાછળ જતો હતો ત્યારે અચાનક જ નર્મદા કેનાલ પડી જતા કેનાલના ઘસમસતા પ્રવાહ બાળક ને ખેંચી ગયા હતા. જોકે ઘટના ની જાણ થતાજ સ્થાનિક ગ્રામ જનોએ બાળક ને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા પરન્તુ કેનાલ ના પ્રચંડ પ્રવાહમાં બચાવનારાઓ ની કરી ફાવી ન હતી
બીજી તરફ ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો પણ શાપર કેનાલ ખાતે પહોંચ્યો હતો અને ફાયર ના તારવૈયાઓ એ બાળકને શોધવા ભારે જહેમત ઉઠાવી હતી પરન્તુ મોડી રાત્રી સુઘી બાળકનો પતો લાગ્યો ન હતો.
દરમિયાન નર્મદાની ધ્રાંગધ્રા કેનાલમાં ડુબી ગયેલ દેવીપુજક બાળકની લાશને શોધવા માટે કેનાલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો અને રાત્રીના ત્રણ વાગ્યા થી નર્મદા કેનાલ માં પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો અને સવારે નવ વાગ્યાથી ફરીથી બાળક ની લાશ શોધવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે સાંજે પૂરું થયું હતું અને 28 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

કેનાલની ફાઇલ તસ્વીર

- text