મોરબી : ૧૬ જૂને વોર્ડ નં ૮,૯ અને ૧૨ માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

- text


મોરબી નગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા તેમજ સરકારશ્રીની યોજનાના લાભ અને સહાયતા માટે તા.૧૬ જૂનના રોજ સવારે-૯ વાગ્યા થી સાંજના ૫ વાગ્યા સુધી નગરપાલિકા કૉમ્યુનિટી હૉલ, કાયાજી પ્લોટ, સરદાર બાગ પાસે, બ્રહમા કુમારી હોલની બાજુમાં, શાનાળા રોડ, મોરબી ખાતે વોર્ડ નં ૮,૯ અને ૧૨ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલીયર, ડોમીસાઈલના દાખલા, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, સમાજ કલ્યાણ, અનુ.જાતિ, અનુ.જનજાતિ., આદિજાતિ અને વિકસીત જાતીના વિભાગની યોજના, જિલ્લા ઉધોગકેન્દ્રની યોજનાઓ, વરિષ્ઠસહાય નિરાધાર વૃધ્ધ સહાય યોજનાઓ, વીજળી દ્વારા ઉજાલા બલ્બ તથા લાઇટબીલ કલેકશન, મિલકત આકારણી અને મિલકત વેરાની કામગીરી, ગુમાસ્તા ધારા જન્મ મરણના દાખલા, લગ્નની નોંધણી, વ્યવસાય વેરાની નોંધણી, સેનિટેશન(સાફ સફાઈ) રોશની વિભાગ, ભૂગર્ભ વિભાગની ફરિયાદોનો નિકાલ, પ્રધાનમંત્રી જનધન યોજના, નગરપાલિકાને લગતી વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ, વિવિધ યોજનાઓના કોરા ફોર્મની વિનામુલ્ય ઉપલબ્ધી, નાગરિકો માટે મફત ડાયાબીટીસ અને બી.પી. ચેકઅપ વગેરે સેવાઓ વિના મુલ્યે આપવામાં આવશે. જેના માટે અરજદારે પોતાના બે પાસપોર્ટ સાઈઝના ફોટા, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડની નકલ લઈ આવવું. આ અરજી બપોરના બે વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.

- text

- text