ચાઈના સામે એન્ટી ડમ્પીંગ ડ્યુટીમાં ભેદભાવ મામલે કોર્ટમાં સ્પે સિવિલ એપ્લિકેશન દાખલ કારાઈ

- text


 

મોરબી સિરામિક એસો. હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : ચાઈનાની દરેક કંપની સામે ભારતમાં આયાત થતી સીરમીક પ્રોડક્ટ પર એક સમાન ડયુટી લગાવવાની દલીલ માન્ય રાખી હાઈકોર્ટે સંબંધીત ખાતાના અધિકારીઓને તેડું મોકલ્યું : આગામી ૧૦ જુલાઈએ વધુ સુનવણી

મોરબી : ભારતનું ૯૦ ટકા ઉત્પાદન કરતા મોરબીના સીરામીક ઉદ્યોગનો સૌથી મોટો હરીફ ગણાતા ચાઈના સામે ભારતમાં આયાત થતી સિરામિક પ્રોડક્ટ પર કેન્દ્ર સરકારે વિચિત્ર રીતે ભેદભાવ ભરી એન્ટી ડમ્પીંગ ડયુટી લગાડી હતી. જે મામલે મોરબી સિરામિક એસો. દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઈકોર્ટ આ મામલે સિરામિક એસોસિયેસનની ચાઈનાની દરેક કંપની સામે એક સમાન ડયુટી લગાવવાની દલીલ માન્ય રાખી આ મામલે ગુજરાત અને ભારતના એકસાઈઝ વિભાગના અધિકારીઓને તેડું મોકલ્યું છે. આં મામલાની વધુ સુનવણી આગામી ૧૦ મી જુલાઈના રોજ યોજાશે.

- text

ચાઈનાથી ઈમ્પોર્ટ થતી સિરામિક પ્રોડક્ટ પર મોરબી સિરામિક ઉદ્યોગ લાંબા સમયથી એન્ટી ડમ્પીંગ ડયુટી લગાવવાની માંગ કરી રહ્યા હતા. જેથી ઘર આંગણે ચાઈના સામે હરીફાઈમાં ટકી શકાય, પરંતુ આ મામલે કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પીંગ ડયુટી વિભાગે વિચિત્ર રીતે ચાઈના સામે એન્ટી ડમ્પીંગ ડયુટી લાગુ કરી હતી. જેમાં સૌથી વધુ ભારતમાં આયાત કરતી ચાઈનાની સાત જેટલી કંપની સામે 0 ટકા બાદમાં 0.30, 0.79 અને 1.87 ડોલર પ્રતિ.ચો.મી. એન્ટી ડમ્પીંગ ડયુટી જાહેર કરી હતી. ભારત સરકારે ચાઈનાની તમામ કંપની સામે એક સરખી ડયુટી લાગુ કરવાના બદલે ભેદભાવ અને અલગ અલગ કંપની સામે અલગ- અલગ ડ્યુટી નક્કી કરતા આં મામલે મોરબીના સિરામિક એસોસિયેસને નારાજગી વ્યક્ત કરી હતી. અને આ મામલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવી સ્પે.સિવિલ એપ્લીકેશન એડવોકેટ મિહિર જોષી મારફતે દાખલ કરી હતી. જે મામલે હાઈકોર્ટમાં એપ્લીકેશનની સુનવણી દરમિયાન મોરબી સિરામિક એસો.ની આ અંગેની દલીલો અને રજુ કરાયેલા પુરાવા દયાને લઇ હાઈકોર્ટ આ એપ્લીકેશન માન્ય રાખી આ મામલે નાણામંત્રાલય, એન્ટી ડમ્પીંગ ડયુટી વિભાગના ડાઈરેક્ટર જનરલ અને ગુજરાતના ચીફ એકસાઈઝ ઓફિસરને તેડું મોકલી આગામી ૧૦મી જુલાઈના રોજ સુનવણી રાખી હોવાનું મોરબી સિરામિક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું. કુંડારીયાએ વધુમાં જણાવ્યું હતું કે કોર્ટ ચાઈના સામે લાગુ કરાયેલ એન્ટી ડમ્પીંગ ડયુટી કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ હોવાનું કહી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમને ન્યાય તંત્ર પર પૂરો વિશ્વાસ છે અમને આ મામલે યોગ્ય ન્યાય મળશે.

- text