મોરબી : ગટર-પાણીનું નિકાલ બંધ થતા વેપારીઓ ગુસ્સે

- text


પાણી નિકાલનાં અવરોધરૂપ ઓટા દૂર કરવા પાલિકામાં રજૂઆત

મોરબી : નવાડેલા રોડ ઉપર એક દુકાન પાસેના ઓટાને કારણે ગટરના પાણી અને વરસાદી પાણીનો નિકાલ બંધ થતાં વેપારીઓ લાલઘૂમ બન્યા છે. આ દબાણના કારણે પાણી દુકાનોમાં ઘૂસી જવાથી વેપારીઓના રોજગાર પર માઠી અસર સર્જાઈ આર્થિક નુકસાની ભોગવી પડી છે. તેથી વેપારીઓએ પાલિકાને સમસ્યાની રજૂઆત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી કરી છે.
મોરબીના નવાડેલા રોડ પર દુકાનો ધરાવતા વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, નવાડેલા રોડ પરના ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની જે જગ્યા છે તે જગ્યા પર એક દુકાનના ઓટાને કારણે ગટર અને વરસાદનાં પાણીનો યોગ્ય નિકાલ બંધ થઈ ગયો છે. જેથી ગટરના પાણી અને વરસાદી પાણી દર વખતે નવાડેલા રોડ પરની બધી દુકાનમાં ઘૂસી જાય છે. પરિણામે ગટર વારંવાર ઉભરાઇ ગંદકીની સમસ્યા ઊભી થાય છે. જેથી વેપારીના ધંધા રોજગાર પર માઠી અસર પડી વેપારીઓને આર્થિક નુકસાની ભોગાવવી પડે છે. પહેલા નવાડેલા રોડની ગટર બેથી અઢી ફૂટ પહોળી હતી ત્યારે ગટરનું પાણી અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ જતો હતો. પરંતુ ગટર ઉપર દબાણ વધતાં અને સફાઈના અભાવે કચરો ભરવા લાગ્યો. આ કારણોસર મોટા ભાગની ગટર બુરાઈ ગઈ છે. આમ, વરસાદના દિવસોમાં વેપારીને પડતી મુશ્કેલી માંથી બચવા માટે વેપારી દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આ પ્રશ્નના નિકાલ અંગે રજૂઆત કરી યોગ્ય પગલાં ભરવાની રજૂઆત કરી છે.

- text

- text