મોરબી : ઠેરઠેર ખુલ્લી ફ્યુઝની પેટીઓ જોખમકારક

- text


મોરબી : શહેરમાં ચોમાસાનાં પ્રથમ સામાન્ય વરસાદે જ વીજતંત્ર અને પ્રિમોનસૂન કામગીરીનું હવાઈને સુરસુરિયું થઈ ગયું હતું. વરસાદ અને ઝડપી પવન આવતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા જનતા પરેશાન થઈ ગઈ હતી. બીજી તરફ ઠેરઠેર ઠેરઠેર ઈલેક્ટ્રિક થાંભલાઓ અને ખુલ્લી ફ્યુઝની પેટીમાં મોત લટકાઈ રહ્યું છે.

- text

વીજતંત્રને ચોમાસા પૂર્વે પ્રિમોનસૂન કામગીરી કરવાની હોય છે પરંતુ હર વર્ષની જેમ આ વર્ષે પણ વીજતંત્રે પોતાની કામગીરીમાં ધાંધીયા કર્યા હતા. પરિણામસ્વરૂપે શહેરનાં અનેક વિસ્તારમાં ફ્યુઝની પેટીઓ ખુલ્લી અને વીજ થાંભલાઓ જોખમકારક હોવાનું ફરિયાદ ઉઠી રહી છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, રવાપર રોડ, કાયાજી પ્લોટ સહિત વિસ્તારમાં ફ્યુઝની પેટી ખુલ્લી જોવા મળી છે જેમાં સતત વીજ પુરવઠો જીવંત હોય છે. આથી જાનહાનીની ભીતિ સર્જાય બાળકો અને અબોલ પશુ કે નિર્દોષ લોકોને વીજ શોક લાગવાના બનાવ બની શકે તેમ છે.
દર ચોમાસે વીજ તંત્રનાં વાંકે કેટલાંય નિર્દોષ લોકો અને પશુઓ વીજશોક લાગવાની ઘટનાની ભોગ બને છે ત્યારે વીજ તંત્રે તાત્કાલિક શહેરની ખુલી ફ્યુઝ પેટીઓ અને થાંભલાઓ પરનાં જીવતા વાયરો વ્યવસ્થિત બંધ કરવા અત્યંત જરૂરી છે.

- text