મોરબી : રમણકાંત લોજમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : તખ્તસિંહજી રોડ પર મુખ્ય બજારમાં આવેલી રમણકાંત લોજિંગ એન્ડ બોર્ડીંગમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે આજે બપોરે લોજમાં દરોડો પાડ્યો હતો. જેમાં લોજના રૂમમાં લોજના સંચાલક લલિત અમૃતભાઈ ત્રિવેદી રહે. વસંત પ્લોટ , દેવા હિન્દુભાઈ મુંધવા રહે. કાલિકા પ્લોટ , દીપક પ્રવીણ મિસ્ત્રી રહે. નાની બજાર અને નંદલાલ કેશવજી મિસ્ત્રી રહે. વાવડી રોડ વાળા રંગે હાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે આ ચારેયની રૂપિયા ૬૦, ૫૦૦ રોકડ સાથે જુગારના ગુન્હામાં ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.