હળવદ : ૨૪૦ લાખનાં ખર્ચે બનશે રાણકપર-ગોલાસર રોડ

હળવદ : માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા પંચાયત હસ્તકનાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનાં મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાનાં રાણકપર-ગોલાસર રોડ રસ્તાને મેટલથી ડામર કામ મંજુર કરી જોબ કામ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની ટેન્ડર પ્રક્રિયા માટે કાર્યપાલક ઈજનેરને સૂચના પણ આપી દેવામાં આવેલી છે.

ધાંગ્રધ્રા હળવદ તાલુકાના ૩થી ૭ કિમીનાં રાણેકપર ગોલસર રોડને માટીકામ, મેટલકામ, નાળા કામ તથા ડામર કામથી ૨૪૦ લાખનાં ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનવવા આવશે જેથી રાહદારીઓને ભોગવવી પડતી સમસ્યાઓનો ઉકેલ આવશે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા ટૂંકસમયમાં આ રસ્તાનું કાર્ય શરુ થશે.