સોનાના દાગીના પર ૩% જીએસટી અયોગ્ય : મોરબી જ્વેલર્સ એસોસિએશન

સરકાર દ્વારા જીએસટી હેઠળ લગાવાયેલા વધુ ટેક્ષથી મોરબીના જ્વેલર્સો નાખુશ

મોરબી : આજે કેન્દ્ર સરકાર દ્વારા સોનાના દાગીના પર GST દ્વારા  ૩% ટેક્સ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મોરબીના જ્વેલર્સ દ્વારા તેનો ઘેરા પ્રત્યાઘાત આપવામાં આવી રહ્યા છે. આ અંગે મોરબી જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ મહેન્દ્રભાઇ ચોક્સીએ  જણાવ્યું છે કે. સોનાનાં દાગીના પર અત્યારે  ૧% ટેક્ષ લાગુ પડતો હતો પરંતુ GSTમાં તેમાં  ૨% વધારીને ૩% ટેક્સ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે જે તદ્દન અયોગ્ય છે. આ ટેક્ષ ગ્રાહક અને વેપારીઓ માટે બોજારૂપ સાબિત થશે. હાલમાં જ્વેલર્સ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ વધારો સોના માર્કેટની કમ્મર ભાંગી નાખશે. હાલમાં ૩૦ હજારની ખરીદી પર ૩૦૦ રૂ. ટેક્સ લાગતો હતો જે હવે વધીને ૯૦૦રૂ. લાગશે આમ વધુ ટેક્સથી ગ્રાહકોને સોનાના દાગીના ખરીદવા મોંઘા થશે અને જ્વેલર્સ ઉદ્યોગને મોટો ફટકો પડશે. સરકારે સોનાનાં દાગીના પરનો ટેક્ષ સીધો જ ૨૦૦ ટકા વધારી આભૂષણ પ્રિય જનતા સાથે અને વેપારીઓને અન્યાય કર્યાનું મહેન્દ્રભાઈ ચોક્સીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ૧૦૦થી વધુ જેવલર્સની દુકાનો આવેલી છે. અને એક અંદાજ મુજબ મોરબીમાં રોજનું ૬ થી ૭ કિલો સોનુ વેચાય છે. આમ મોરબીમાં રોજનું ૨ કરોડની કિંમતના વેંચતા સોના પર હાલ ૨ લાખનો ટેક્ષ ભરવો પડતો હતો તે હવે GSTના નવા દર મુજબ ૬ લાખનો ટેક્ષ ભરવાનો થશે. ત્યારે સોના પર પણ વધુ ટેક્ષના પગલે આગામી દિવસોમાં જવેલર્સો દ્વારા પણ વિરોધ કરવામાં આવે તેવી શક્યતા છે.

mahendrabhi choksi