મોરબી : રેલવે સ્ટેશન પાસે આવેલી શાળા નજીક ગંદકીનું સામ્રાજ્ય

- text


અનેક વિસ્તારોમાં ગંદકીથી ફેલાયેલા રોગચાળાની જવાબદારી કોની?

મોરબી : મોરબીને અલગ જિલ્લાની ઓળખ તો મળી પરંતુ લોકોની માનસિકતા અને વિસ્તારની ભૌગોલિકતા હજુ પણ તાલુકા મથકની જ છે. નગરપાલિકાનું રાજકરણ ચરમસીમા પર ભલે પહોંચ્યુ પરંતુ પ્રજાનો શુ વાંક? પ્રજા જેને મત આપે છે, જે નેતાઓ પર વિશ્વાશ કરીને સત્તા પર બેસાડે છે એ જ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર પ્રજાનું કામ નથી કરતા તેવો એક કિસ્સો રેલવે સ્ટેશન નજીક પ્રકાશમાં આવ્યો છે. રેલવે સ્ટેશન પાસે આવેલી શાળા નજીક ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. નગરપાલિકાના પાપે લોકો અને આસપાસનો વિસ્તાર ગંદકીનો શિકાર બની રહ્યા છે. નાના ભૂલકાઓ શાળાએ જતા હોય છે ત્યારે ગંભીર માંદગીનો શિકાર બને તો જવાબદારી કોની રહશે તે વાત મત આપનાર પ્રજા નગરપાલિકાને મોરબી અપડેટ ન્યૂઝ મારફતે પૂછી રહ્યા છે.

- text