મોરબી : વિજય સંકલ્પ યાત્રાનું મોરબી જિલ્લા ઠાકોર સેના અને એકતા મંચ દ્વારા સ્વાગત

- text


ચોટીલા બાઉન્ડ્રી પાસે અલ્પેશ ઠાકોર અને વિજય યાત્રાનું જાજરમાન સ્વાગત

મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને એકતા મંચ ઓબીસી સમાજ દ્વારા આયોજીત વિજય સંકલ્પ યાત્રાનું ચોટીલા બાઉન્ડ્રી ખાતે મોરબી જિલ્લા ઠાકોર સેના અને એકતા મંચ દ્વારા અલ્પેશજી ઠાકોર, રમેશ ઠાકોર અને વિજય યાત્રાનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાનાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ બજાણીયા ઠાકોર, ભાણજી ઠાકોર સમાજ ગોકળભાઈ ભરવાડ એકતા મંચ, સુરેશભાઈ શિકોરીયા ઠાકોર સમાજ, ધનજીભાઈ ઠાકોર, સોમજીભાઈ ઠાકોર, અશોકભાઈ ઠાકોર, શંકરજી ઠાકોર, માળીયા-ટંકારા તાલુકા પ્રમુખ લાલજીભાઈ ઠાકોર, વાંકાનેર તાલુકા પ્રમુખ મેરાજીભાઈ ઠાકોર તેમજ એકતા મંચનાં અન્ય આગેવાનો હાજર રહેલા હતા.

- text