ધોરણ ૧૦નું પરિણામ જાહેર : મોરબી જિલ્લાનું પરિણામ ૭૧.૧૭ ટકા

- text


વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ ઉચ્ચ : મોરબીનાં કુલ ૮૧ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ મોડી રાતે જાહેર થયું છે. ધોરણ ૧૦નું પરિણામ ૬૮.૨૪ ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓનું ૬૪.૬૯ ટકા અને વિદ્યાર્થિનીઓનું ૭૩.૩૩ ટકા પરિણામ આવ્યું છે. એટલે કે આ વખતે ફરી એક વખત વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.
ગુજરાતી માધ્યમનું ૬૫.૯૩ ટકા પરિણામ અને અંગ્રેજી માધ્યમનું ૯૨.૭૨ ટકા પરિણામ આવ્યું છે. હિન્દી માધ્યમનું ૭૩.૧૧ ટકા પરિણામ જાહેર થયું છે. આજે સવારે ૮ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવનાર હતું પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મોડી રાતે વેબસાઈટ પર પરિણામ જાહેર કરી દીધું હતું. જેથી વિદ્યાર્થીઓએ મોડીરાતથી જ પરિણામ મેળવી લીધું હતું. ધોરણ ૧૦માં ઝળહળતી સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને મોરબીઅપડેટની શુભેચ્છા…⁠⁠⁠

- text

- text