જિલ્લામાં પ્રઘાનમંત્રી ઉજવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને સરકારી સહાય થી ગેસ જોડાણ અપાશે

મોરબી : દેશમાં ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓના ધુમાડારહિત, પ્રદૂષણ મુકત અને તંદુરસ્ત જીવન ની ચિંતાકરી પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧ લી મે ૨૦૧૬ ના રોજ ઉત્તરપ્રદેશના બલીયા ખાતેથી પ્રઘાનમંત્રી ઉજવલા યોજના નો શુભારંભ કરાવ્યો હતો.
આ યોજના હેઠળ બી.પી.એલ.કાર્ડ પરિવારની મહિલા સભ્ય જે ગેસ જોડાણ ન ધરાવતી હોય તો આવી મહિલાઓ જરૂરી આધારો રજુ કરી ગેશ કનેકશન મેળવી શકશે.
મોરબી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રેખાબા સરવૈયાએ મોરબી જિલ્લામાં આવી બી.પી.એલ પરિવારની લાભાર્થી મહિલાઓને પ્રઘાનમંત્રી ઉજવલા યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તો નજીકના ગેસ ડિલરને ત્યા જઇ સાથે જરૂરી વિગતો જેવી કે સરનામું, બેંક એકાઉન્ટની વિગત, આધાર નંબર, કેવાયસી ફોર્મ ની વિગતો સાથેની અરજી આપવાની રહેશે.લાભાર્થીને આ યોજના હેઠળ સીલીન્ડર, રેગ્યુલેટર, સુરક્ષા પાઇપ ઇન્સ્ટોલેશન ચાર્જ તથા કન્જયુમર બુકના મળી કુલ રૂ/.૧૬૦૦ (સોળસો) લાભાર્થી મહિલાએ ચુકવવાના રહેશે. લાભાર્થી ઇચ્છે તો રૂ/.૧૦૦ સબંધિત ગેસ એજન્સીને ચુકવીને ગેસ જોડાણ મેળવી શકશે. બાકીની રકમ સબસીડીમાંથી લાભાર્થી પાસેથી વસુલ કરવામાં આવશે. શ્રી રેખાબા સરવૈયાએ જણાવ્યું હતુ કે મોરબી જિલ્લામાં સામાજિક અને આર્થિક મોજણી ૨૦૧૧ માં થયેલ સર્વે મુજબ કુલ ૪૧૦૮૦ બી.પી.એલ.પરિવારો પસંદ થયેલ છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલ કુલ ૧૩ ગેસ એજન્સીઓ ધ્વારા ૧૦૨૮૦ ગેસ જોડાણ મંજુર કરાયા છે. જેમાથી ૯૬૮૩ ગેસ જોડાણ આપવામાં આવેલ છે. આ યોજના હેઠળ પસંદ થયેલ લાભાર્થીઓની યાદી તાલુકા મામલતદાર કચેરીઓ તેમજ ગેસ એજન્સીઓ ખાતે પણ ઉપલબ્ધ છે. તેમાં લાભ લેવા માંગતી મહિલાઓનું નામ યાદીમાં હોયતો જરૂરી પુરાવાઓ સાથે ગેસ જોડાણ મેળવવા તેમણે આહવાન કર્યુ છે.