મોરબી જીલ્લામાં ૫,૨૧૩ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

મોરબી : જીલ્લામાં ૧૦ અલગ અલગ કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ ૫,૨૫૦ વિદ્યાર્થીઓ માંથી ૫,૨૧૩ વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. અને ૩૭ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. ફીઝીક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં ૨,૬૦૭ વિદ્યાર્થીઓ હાજર હતા. જયારે ૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને બાયોલોજીના પેપરમાં ૧,૪૧૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. તેમજ ગણિતના પેપરમાં ૧,૧૮૮ વિદ્યાર્થીઓ હાજર હતા. જયારે ૮ ની ગેરહાજરી નોંધાઈ હતી. આં પરીક્ષામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ હતી.