મોરબી અને હળવદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

- text


 

મોરબી : મોરબીમાં અને હળવદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. હળવદમાં અંદાજે અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા હતા. હાલ ત્યાં વરસાદે વિરામ લીધો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મોરબીમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યારે વાંકાનેર અને ટંકારામાં હાલ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. પણ વરસાદ શરૂ થયો નથી.


મોરબી

આ તસવીર વીજળીના ચમકારા વખતની છે જેમાં જાણે દિવસ હોય તેવું અજવાળું છવાયું છે.

હળવદ 

આ તસવીર વીજળીના ચમકારા વખતની છે જેમાં જાણે દિવસ હોય તેવું અજવાળું છવાયું છે.

- text