રવિવાર(1.30pm) : મોરબી શહેરમાં 3 અને કુતાસી ગામમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો થયો 361

મોરબી : 2 ઓગસ્ટ, રવિવારે બપોરે મોરબી જિલ્લામાં 4 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં કોરોના મુક્ત થયેલા માળીયા તાલુકામાં ફરી એક કેસ નોંધાયો છે. જ્યારે 3 કેસ મોરબી શહેરમાં નોંધાયા છે. ચાર કેસમાંથી એક ખાનગી લેબોરેટરી અને એક રાજકોટ સરકારી લેબ તેમજ 2 જામનગર સરકારી લેબમાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આજે રવિવારે બાપોરે ચાર નવા કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 361 થઈ ગઈ છે.


2 ઓગસ્ટ, રવિવારે જાહેર થયેલા કોરોના કેસની વિગત :

1) 64 વર્ષ, પુરુષ, ફાયરબ્રિગેડ સામે, પ્રફુલ ભજીયા સામેની શેરી, મોરબી

2) 42 વર્ષ, પુરુષ, સરસ્વતી સોસાયટી, નવયુગ સ્કૂલની બાજુમાં, કન્યા છાત્રાલય પાછળ, મોરબી

3) 80 વર્ષ, મહિલા, વજેપર, મોરબી

4) 60 વર્ષ, મહિલા, કુતાસી ગામ, માળીયા મિયાંણા


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/