મોરબી જિલ્લામાં લોકડાઉનમાં માત્ર 4 કેસ હતા જ્યારે અનલોક-3ના પ્રારંભે અધધ 357 થયા!!

- text


અનલોક-1 માં 27 કેસ અને અનલોક-2માં 314 કેસ નોંધાયા, અનલોક-3ના અંત સુધીમાં કુલ કેસનો આંકડો 4 ડિજિટમાં પહોંચશે તેવી શક્યતાઓ

મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉન દરમિયાન કોરોના ખૂબ અંકુશ રહ્યો હતો અને જેવું લોકડાઉન ખુલ્યું એટલે કે અનલોકની શરૂઆત થઈ કે તે તરત જ કોરોના હાવી થઈ ગયો હતો. લોકડાઉન દરમિયાન મોરબી જિલ્લામાં માત્ર કોરોનાના ચાર કેસ નોંધાયા હતા અને અનલોક-1, 2માં વધુ અધધ 337 કેસ નોંધાયા હતા. જેમાં અનલોક-1 માં 27 કેસ અને અનલોક-2માં 314 કેસ નોંધાયા છે. જ્યારે અનલોક-3ના પ્રારંભે આ આંકડો 357એ પહોંચી ગયો છે.

મોરબી જિલ્લામાં લોકડાઉન ખુલ્યા પછી અનલોક-1 માં કોરોનાએ ધીમી ગતિએ વધવાનું શરૂ કર્યા બાદ અનલોક-2 માં તેજ રફતાર પકડી લીધી હતી. કોરોનાના સત્તાવાર આકડા જોઈએ તો મોરબી જિલ્લામાં લોકડાઉન દરમિયાન માત્ર ચાર કેસો નોંધાયા હતા. આથી કોરોના ઉપર અંકુશ મેળવવામાં મોરબી જિલ્લો સફળ રહ્યો એમ કહી શકાય પણ અનલોકમાં વધુ છૂટછાટ મળતાની સાથે કોરોનાનું સંક્રમણ જોખમી હદે વધ્યું છે. હવે તો કોરોનાએ હદ વટાવી દેતા એક જ દિવસમાં અધધ 43 જેટલા કેસો નોંધાઇ ચુક્યા છે. આ કોરોનાના વધતા કેસો ખતરાની ઘંટી સમાન છે. લોકડાઉન દરમ્યાન ગ્રીનઝોનમાં રહેલો મોરબી જિલ્લો હવે કોરોનાના કેસો ઝડપભેર વધતા રેડ ઝોન તરફ આગેકૂચ કરી રહ્યો હોય એવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે.

- text

લોકડાઉન દરમિયાન એપ્રિલમાં માત્ર એક કેસ અને મેં મહિનામાં ત્રણ કેસ હતા. જ્યારે જૂન મહિનામાં અનલોક-1 લાગુ થતા આ માસમાં 23 કેસ અને જુલાઈ માસમાં 314 કેસ નોંધાયા છે. એટલે અનલોક 1 કરતા અનલોક 2 ભારે પડ્યું હતું. જ્યારે તાલુકા વાઇસ જોઈએ તો અત્યાર સુધીમાં મોરબી તાલુકામાં લોકડાઉન દરમ્યાન 2 કેસ અને અનલોકમાં 271 કેસ નોંધાયા હતા. ટોટલ મોરબી તાલુકામાં 273 કેસ થયા છે, જ્યારે વાંકાનેર તાલુકામાં લોકડાઉન દરમિયાન 1 કેસ અને અનલોકમાં 27 કેસ મળીને ટોટલ 28 કેસ નોંધાયા છે. તેમજ હળવદ તાલુકામાં લોકડાઉન દરમિયાન એક પણ કેસ ન નોંધાયો હતો. જ્યારે અનલોકમાં 26 કેસ અને ટંકારા તાલુકામાં લોકડાઉન દરમ્યાન 1 કેસ અને અનલોકમાં 12 મળીને કુલ 13 કેસ અને મળિયા તાલુકામાં અનલોક-2માં એક કેસ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં અનલોક-2ના અંતિમ દિવસે 31 જુલાઈ સુધીમાં 341 કેસ નોંધાયા છે અને 183 દર્દીઓ રિકવર થઈ ગયા છે. 137 લોકો સારવારમાં છે અને 21 લોકોના મોત થયા છે.

- text