રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આંગણવાડીની સગર્ભાઓને પ્રોટીન ફૂડ કીટ તથા માસ્કનું વિતરણ કરાયું

મોરબી : મોરબીમાં રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા “હૂંફ” પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલિકા પ્લોટમાં આવેલ આંગણવાડીની સગર્ભા મહિલાઓને હેલ્થી પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે માસ્કનું પણ વિતરણ કર્યું હતું. જ્યારે આ પ્રોજક્ટના ચેરમેન અને રોટરી ક્લબના સભ્યો રસીલાબેન લાકડાવાલા, બંસીબેન શેઠ તેમજ પ્રેસિડેન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી રૂપેશભાઈ પરમાર, હરીશભાઈ શેઠ, અશોકભાઇ મહેતા, પિયુષભાઈ પૂજારા, જાગૃતિબેન પૂજારાએ હાજરી આપીને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.