મોરબીના અંબિકા રોડના રહીશોએ વૃક્ષારોપણ કરી લોકડાઉનને યાદગાર બનાવ્યું

- text


મોરબી : મોરબીના અંબિકા રોડની આજુબાજુની સોસાયટીના રહીશોએ ગઈકાલે ભીમ અગિયારસના દિવસે વૃક્ષારોપણ કરી લોકડાઉનને યાદગાર બનાવ્યું હતું. આ વૃક્ષારોપણ પર્યાવરણના જતન માટે તથા પ્રકૃતિ માટે કંઈક કરવાની ભાવનાથી કરવામાં આવ્યું હતું. આ તકે અબાલવૃદ્ધ સૌએ હોંશભેર ભાગ લીધો હતો.

- text