લોકડાઉનમાં કામધંધા બંધ હોવાથી લાઈટ બીલ, લોનના હપ્તા, સ્કુલ ફી માફ કરો : BSP

- text


સાથે દારૂબંધીનો કડક અમલ કરાવી દારૂનું વેચાણ અટકાવવા માંગ

મોરબી : કોરોના વૈશ્વિક મહામારીને કારણે લોકોના કામધંધા બંધ થઈ જતા લાઈટ બીલ, લોનના હપ્તા તેમજ સ્કુલ ફી માફ કરાવવા તેમજ દારૂબંધી કરી દારૂનું વેચાણ અટકાવવા બાબતે બહુજન સમાજ પાર્ટીના મોરબી જિલ્લાના અધ્યક્ષ અશ્વિનભાઈ ટૂંડિયા દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

BSP મોરબી જિલ્લાના અધ્યક્ષ અશ્વિનભાઈ ટૂંડિયા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવેલ છે કે લોકડાઉનનો છેલ્લા અઢી માસથી વધુ સમય થયો, જેના કારણે નાના ઘંઘા તેમજ ફેકટરીઓ બંધ હતી. જેથી, લોકોને ઘરનું ગુજરાન ચલાવવું પણ આવી મોંઘવારીમાં મુશ્કેલ થઈ ગયું છે. દહાડી મજદુર તેમજ સામાન્ય લોકો પોતાનું ઘર પણ ચલાવી ના શકે તેવી પરિસ્થિતી ઉભી થઈ છે. જેથી, મકાનના લાઈટબીલ, સ્કુલ ફી તેમજ ગરીબ-મધ્યમ વર્ગનાં લોકોએ લીઘેલ લોનના હપ્તા માફ કરવા અને કોઈપણ જાતની પેનલ્ટી ન લેવી તેમજ લાઈટ બીલ જે બે મહિને આપવામાં આવે છે. તે દર મહિને આપવામાં આવે. જેથી, લોકોને યુનિટના દર વધુ ન ચુકવવા પડે અને મોરબીમાં બેફામ થતું દારૂનું વેચાણ બંધ કરાવવા અપીલ કરવામાં આવી છે. તેમજ માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

- text