નાના રામપર સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય વયનિવૃત થતા સાદગીપૂર્ણ વિદાય અપાઇ

- text


ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય પદે ફરજ બજાવતા રામાવત કિશોરચંદ્ર દલપતરામ વય મર્યાદાના કારણે નિવૃત થતા ગામના સરપંચ અને તલાટીની હાજરીમાં કોરોના મહામારીના કારણે માનભેર અને સાદગીપૂર્ણ વિદાય અપાઇ હતી.

નાના રામપર સરકારી પ્રાથમિક શાળાના આચાર્યપદે રહી ચૂકેલા કિશોરચંદ્ર દલપતરામ રામાવતનો ગઇકાલે ફરજ પરના છેલ્લો દિવસ હોવાથી એકદમ સાદગીથી પોતાની શાળામાં સ્કુલ બંધ હોવા છતા છેલ્લે દિવસે ફરજ નિભાવી અને માત્ર 3 વ્યક્તિની ઉપસ્થિતિમાં જ પોતાની ફરજ પરનો અંતિમ દિવસ સરળતા અને સાદગીથી પૂર્ણ કરેલ હતો. વિદાય માટે લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરવું અને અન્ય કોઈ પણ લોકોને ભેગા ન કરવા એવી વિચારધારા કિશોરભાઈ રામાવતની હતી. નાના રામપર ગામના સરપંચ, તથા તલાટી મંત્રી તેમજ ગામના અેક બે આગેવાનની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો હતો.

- text

કોરોનાની મહામારી વચ્ચે હાજર ન રહેનાર SMC ના અધ્યક્ષ, સભ્યો તેમજ સ્ટાફ અને તમામ શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપના બધા શિક્ષકો સભ્યો જેને આચાર્યની અત્યાર સુધીમાં મદદ કરી છે. તેવા તમામ લોકોનો પ્રેમ અને લાગણી સાથે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ અંતમાં, આચાર્યઅે ક્ષમા માંગતા કોઈ ભૂલ થઈ હોઈ તો ક્ષમ્ય ગણવા અપીલ કરી હતી. અને પ્રમાણિકતાપૂર્વક ગર્વથી નોકરી તો શિક્ષકની જ કરવી કારણ કે આ જ સેવાથી પુણ્યનું કામ થઈ શકે છે, તેમ આચાર્યએ નિવૃત્તિ વેળાએ જણાવ્યું હતું.

- text