હળવદ તાલુકાના ખેડુતોને ડુંગળીએ રડાવ્યા

- text


 

ઓણસાલ હળવદમાં ૩૧૦ હેકટરમાં વાવેતર કરાયું હતું:૭૭૫૦ટન ઉત્પાદન થયું છે પરંતુ ખેડૂતો મફતના ભાવે વહેચવા બન્યા મજબૂર

હળવદ : ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌ કોઈને રડાવી રહી છે. ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે. જોકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે. કારણ કે એક મણ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે. જ્યારે વેપારીઓ પાસે પણ જૂની ડુંગળીનો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીનું વેચાણ થઈ શકતું નથી જેને કારણે ચોમાસુ સિઝનનુ વાવેતર કરતા ખેડૂતોને હાલ નાણાં ની જરૂરીયાત હોય તેવા સમયે જ ડુંગળીનો પાક મફતના ભાવે ખેડૂતો વેચવા મજબૂર બન્યા છે

હળવદ તાલુકામા ખેડુતોઅે ઓણ સાલ ૩૧૦ હેક્ટરમાં મોંધા ભાવના વિયારણ ખરીદીને ડુંગળીનુ વાવેતર કર્યુ હતું રાત દિવસ કાળી મજુરી કરી ડુંગળી નો પાક તૈયાર કર્યો જ્યાં ખેડૂતો એ અેક મણ દિઠ 130 રુપીયાનો ખર્ચ કર્યો જે અેક વિધામા જમીન માં 25 હજાર જેટલો ખર્ચ થાય છે પરંતુ જ્યારે ડુંગરી વેચાણમા બજારમાં મુકીતો બજારમા ભાવ 70 થી 80 જેટલા જ ભાવ મળતા ખેડુતોનો ખર્ચ પણ નીકળે તેમ નથી હાલતો ખેડુતોઅે પાકના ભાવ સારા આવાની આસાઅે ડુંગળી ખેતરમા જ રાખીછે પણ બીજી તરફ લાંબા સમય સુધી ડુગરી જો ખેતરમા રાખવામા આવેતો પાક બગાડવાની પણ ભીતી સર્જાય રહી છે

- text

વળી પાછા ચોમાસુ સીઝન પણ માથે હોય જેથી મગફળી અને કપાસનું વાવેતર થતું હોય તેવા સમયે ખેડૂતો ને ડુંગળી ઘરે રાખી પણ પોસાય તેમ ન હોય જેથી ડુંગળીનો યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

- text