મોરબીના લાયન્સ ક્લબ દ્વારા પક્ષીઓ માટે ચણ અને પાણીના સ્ટેન્ડનું વિતરણ ચાલુ

- text


મોરબી : હાલમાં ઉનાળાના લીધે ધોમધખતા તાપમાં પક્ષીઓને શાતા મળી રહે તેવા આશયથી લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા ચણ અને પાણીના સ્ટેન્ડ તૈયાર કરવામાં આવેલા છે. ક્લબ દ્વારા હાલમાં 50-50ના જથ્થામાં સ્ટેન્ડ બનાવવામાં આવે છે. આથી, જરૂરિયાત મુજબ સ્ટેન્ડનું વિતરણ કરી નવા બનાવવામાં આવશે.

- text

આ સ્ટેન્ડનું મોરબીની જનતામાં વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં મહેશ હોટેલ પાસે પી. જી . પટેલ કૉલેજ ખાતે સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન સ્ટેન્ડ મેળવી શકાશે. પંખીપ્રેમીઓ આ પ્રોજેક્ટ માટે યથાયોગ્ય ધનરાશિનું દાન પણ કરી શકશે. જે માટે મો.નં. 98982 88777 પર સંપર્ક કરવાનો રહેશે. તેમ ક્લબના પ્રમુખ ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સેક્રેટરી સમીર ગાંધીએ યાદીમાં જણાવેલ છે.

- text