હળવદ જીઆઇડીસી વિસ્તારમાં પોલ્યુશન વિભાગના દરોડા: બે કારખાનેદારને નોટિસ ફટકારાઈ

- text


 

પ્રદૂષણ નિયંત્રણમાં રાખવા જણાવાયું: પ્રદુષણ ફેલાતું હોવાની રજૂઆતને પગલે કરાઈ કાર્યવાહી

હળવદ: આજરોજ હળવદ જીઆઇડીસી વિસ્તારમાં પોલ્યુસન વિભાગ દ્વારા બે કારખાનેદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથે પોલ્યુસન વિભાગ દ્વારા બન્ને કારખાનેદારને નોટિસ ફટકારી પ્રદૂષણ ને નિયંત્રણમાં રાખવા જણાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે

- text

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં અમુક કારખાનેદારો પ્રદૂષણ ફેલાવતા હોવાની રજૂઆત જિલ્લા પોલ્યૂસન વિભાગને મળી હતી જેથી આજે પોલ્યુસન વિભાગ દ્વારા હળવદ જીઆઇડીસી વિસ્તારમાં ધામા નાંખ્યા હતા અને જુદા-જુદા બે મીઠાના કારખાનેદારોને નોટિસ ફટકારવામાં આવી છે સાથે સાથે અંગેનો રિપોર્ટ વડી કચેરીને મોકલી દેવામાં આવી હોવાનું પોલ્યુસન વિભાગના અધિકારી શ્રી કાપડી દ્વારા જણાવાયું છે

- text