અમદાવાદ અને જેતપુરથી પરવાનગી વગર મોરબીમાં આવેલા ચાર લોકો સામે નોંધાયો ગુનો

- text


 

અમદાવાદમાંથી ત્રણ વ્યક્તિ અને રાજકોટના જેતપુરથી એક મહિલા મોરબીમાં આવતા આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધા

મોરબી : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં અમદાવાદ અને જેતપુરથી ચાર લોકોએ ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના હોટ સ્પોટ અમદાવાદ અને રાજકોટમાંથી કોરોનાનું બીજાંમાં સંક્રમણ ન ફેલાય તે માટે પરઘરની બહાર જવાનીમનાઈ હોવા છતાં મૂળ વતન મોરબી ધરાવતા ત્યાંના લોકો જોખની રીતે મોરબીમાં આવી રહ્યા છે.આવી રીતે અમદાવાદમાં અને રાજકોટ જિલ્લામાંથી ચાર વ્યક્તિઓ મોરબીમાં ઘુસી ગયા છે.આથી ચારેય સામે પોલીસે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે આરોગ્ય તંત્રએ આ મામલે તકેદારીના પગલાં લીધા છે.

- text

રાજ્યનું સૌથી વધુ કોરોના હોટ સ્પોટ સેન્ટર અમદાવાદથી ત્રણ વ્યક્તિ અને રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી એક મહિલા મોરબીમાં આવીને રહેવા લાગ્યાંની પોલીસને હકીકત મળતા આ મામલે પોલીસે ચારેય સામે કોરોનાના જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધ્યો છે.જેમાં અમદાવાદ રહેતા અમિતગિરી રમણિકગીરી ગૌસ્વામી અને બંસીબેન અમિતગિરી ગૌસ્વામી લોકડાઉન હોવા છતાં ગેરકાયદે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને મોરબીના વીસીપરા રણછોડનગર તેમના સગના ઘરે રહેવા આવ્યા છે.આ રીતે રૂકશાનાબેન નાકિરભાઈ હુશેન રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા છે.જયારે મોરબીના કુલીનગરમાં મુમતાઝ આસિફ મોવર નામની મહિલા અમદાવાદથી રહેવા આવી ગઈ હોવાનું પોલીસના ધ્યાને આવતા અંગે ચારેય સામે ગુનો નોંધાયો છે.કોરોના હોટ સ્પોટ અમદાવાદ અને રાજકોટ જિલ્લો હોય તેમ છતાં ત્યાંથી જોખમ લઈને મોરબી આવી સ્થાનિકોમાં કોરોનાને સંક્રમિત થાય તેવું કૃત્ય કર્યું હોવાની ચારેય વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

- text