મોરબીના માર્કેટીંગ યાર્ડમાં 29 એપ્રિલથી જણસીઓની ખરીદી શરૂ થશે

- text


મજૂરોની અછતના કારણે શરૂઆતમાં જણસીઓની ખરીદી માટે 25 ખેડૂતોને બોલાવાશે

મોરબી : રાજ્ય સરકારે 20 મી પછીથી આપેલી આંશિક છૂટછાટને પગલે ખેડૂતોની ઘરમાં રહેલી જણસીઓની ખરીદી કરવા માટે માર્કેટ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જોકે લોકડાઉનને મજૂરોની અછતનો પ્રશ્ન હોવાથી મોરબીમાં માર્કેટીંગ યાર્ડ શરૂ કરાયું ન હતું.બીજીબાજુ ખેડૂતોની જણસીઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ચાલતી હતી.ત્યારે હવે આગામી 29 એપ્રિલથી મોરબીનું માર્કેટીંગ યાર્ડમાં જણસીઓની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે.

- text

આગામી 29 એપ્રિલે માર્કેટ યાર્ડ ચાલુ કરીને પ્રથમ જણસીઓની ખરીદી માટે 25 ખેડૂતોને બોલાવાશે. અત્યાર સુધીમાં 400 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું છે.જ્યારે એક અઠવાડિયા સુધીમાં ઘઉંની ખરીદી કરાશે.માર્કેટ યાર્ડમાં જણસીઓની ખરીદીમાં આટલો વિલંબ થવાનું કારણ એ છે કે ,મજૂરોની અછત છે.મોટાભાગના મજૂરો રાજસ્થાનના છે. આશરે 400 જેટલા રાજસ્થાનના મજૂરો અહીં કામ કરે છે.હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં રાજસ્થાનથી મજૂરો આવી શકે એમ નથી.મજૂરોની અછતના કારણે માર્કેટ યાર્ડ શરૂ થતું ન હતું.ત્યારે 29 મીએ થી મજૂરોની વ્યવસ્થા કરીને માર્કેટ શરૂ કરાશે. મજૂરોની વધુ વ્યવસ્થા થશે એમ વધુને વધુ ખેડૂતોને જણસીઓની ખરીદી માટે બોલાવવામાં આવશે.હાલ સ્થાનિક 15 થી વધુ મજૂરોથી જણસીઓની ખરીદી શરૂ થશે તેમ મોરબીના માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવ્યું હતું.

- text