ઓનલાઇન શિક્ષણ મેળવતા નવા રાજાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

- text


ટંકારા : નવા રાજાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે ઘરે જ અભ્યાસ અને વિવિધ પ્રવૃતિઓ યુટ્યુબના માધ્યમથી કરી રહ્યા છે. શાળાના આચાર્ય બી. ડી. મેરજાએ વાલીઓનું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે અને આ ગ્રુપમાં દરરોજ અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓ જી.સી.ઇ.આર.ટી દ્વારા પરિવારનો માળો અંતર્ગત વિવિધ રમત, ગીતો, જંતર-મંતર સહિતની પ્રવૃતિઓ બાળકો દરરોજ હોંશેહોંશે કરી રહ્યા છે. કોરોનાને લગતા ચિત્ર દોરીને છાત્રો ઘરમાં જ રહેવાનો સંદેશ આપે છે. આમ, નવા રાજાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં આચાર્ય બેચરભાઈ મેરજા તથા સ્ટાફ વાલીઓના સંપર્કમાં રહી વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડે છે.

- text