મોરબી સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દવા આપવામાં ન આવતી હોવાની રાવ

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલને મોરબી શહેરના સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં આવતી નથી તે અંગે ટ્વિટર થકી રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર મોરબી શહેરમા સરકારી દવાખાનામાં દવા લેવા જતા દર્દીઓને જે તે વિભાગના ડોક્ટરો દ્વારા રોગની દવાઓ લખી આપવામાં આવે છે. માનસિક રોગ તેમજ અન્ય રોગની દવાઓ આ ડોક્ટર લખી આપવામાં આવે છે. જ્યારે હોસ્પિટલમાં આવેલ દવાના મેડિકલ સ્ટોરે જતાં દર્દીઓને ડોક્ટરે લખી આપેલી દવાઓ આપવામાં આવતી નથી. એવું કહેવામાં આવે છે કે અમારી પાસે હાલમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ નથી ત્યારે દર્દી જે તે ડોક્ટરે તપાસ કરી દવાઓ લખી આપેલ તેઓ પાસે જઈને કહે છે અમોને દવાઓ મળતી નથી ત્યારે ડોક્ટરો દર્દીને કહે છે કે દવાઓ હાલ સ્ટોરમાં ઉપલબ્ધ છે પણ કયા કારણે નથી આપતા અમે તપાસ કરાવીએ છીએ છતાં પણ ડોક્ટરોના દર્દીઓને દવા દેવાનો આગ્રહ છતાંય સરકારી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરવાળા કોઈ કારણોસર દર્દીઓને દવાઓ આપતા નથી.

- text

કોરોનાની મહામારીમા સરકારી હોસ્પિટલોમાં મોટાભાગે ગરીબ દર્દીઓ જે રોજનું કમાઇને ખાતા હોય છે, તેઓ ઈલાજ માટે જતા હોય છે અને હાલમાં આ lલોકડાઉનના કારણે ગરીબ માણસોના ધંધા-રોજગાર પણ બંધ છે. ત્યારે આ સમસ્યા બાબતે તાત્કાલિક ધોરણે લાગતા વળગતા તમામને સૂચના આપી યોગ્ય કરી મોરબી સરકારી દવાખાનામાં તમામ પ્રકારની દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text